જાણો શ્રાવણમાસ નો મહિમા અને શેર કરો Customized ઈમેજીસ અને વીડિયોસ BrandFlex App સાથે.
શ્રાવણનો મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ માસમાં ભગવાન શિવના ભક્તો પૂર્ણ ભક્તિભાવથી તેમના ઈષ્ટદેવની પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણમાસ એટલે કે અષાઢમાસની પૂર્ણિમા તિથિના બીજા દિવસથી શ્રાવણમાસની શરૂઆત થાય છે. ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલું થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતા 15 દિવસ પહેલ શરુ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરુ થઈ રઈ રહ્યો છે. શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખુબ જ ખાસ રહેશે. કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે.
આ કારણે શિવને પ્રિયછે શ્રાવણ
શાસ્ત્રો અને પુરાણોના જાણકારો કહે છે કે શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો હોવાના કેટલાય મહત્વપૂર્ણ કારણ છે. તેમાંથી મુખ્ય કારણ છે કે સતીના દેહત્યાગ કર્યા પછી જ્યારે આદિશક્તિએ પાર્વતીના રૂપમાં જન્મ લીધો તો શ્રાવણ મહિનામાં તપસ્યા કરી ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું. એટલે ભગવાન શિવ અને પાર્વતીના મિલનનો મહિનો છે શ્રાવણમાસ. તેથી આ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે.
આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે?
હિન્દુધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા
સોમવારનું પણ છે. સોમવાર ખાસ મહત્વના પગલે શિવ ભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની
પૂજા અર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરુઆત
સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પુરો થાય છે.
એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ માસમાં જન્માષ્ઠમી પણ સોમવાર છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે. તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે.
Comments
Post a Comment